www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK TO HOME ***

અમારી વેબસાઇટના આ વિભાગમાં અમો વણકર સમાજની નોધંપાત્ર વિગતોનો ઉલ્લેખ કરીશું.

" ગુજરાતના વણકરો - એક અધ્યયન "

ગુજરાતી ભાષામાં દલિત જાતિઓ વિષેનુ સાહિત્ય નહિવત છે અને એમા પણ ખાસ કરીને 'વણકર જ્ઞાતિ' કે 'વણકર સમાજ' માટે કયાંય અલાયદુ પુસ્તક કે લખાણ હોય તેવુ જાણવામાં નથી. આવા સમયે વડોદરા નિવાસી અને ગુજરાત યુનિવર્સીટી (અમદાવાદ)ના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસરશ્રી ડો. મનુભાઇ એચ. મકવાણાનુ 'ગુજરાતના વણકરો - એક અધ્યયન' નામે પ્રકાશીત અભ્યાસપુણૅ લેખોનો સંગ્રહ ખરેખર એક આનંદદાયક બાબત છે. લેખકશ્રી પોતે પણ વણકર જ્ઞાતિના છે અને દલિત સમાજના રસીક અભ્યાસુ છે. તેમની સમાજશાસ્ત્રની વિદ્વાનકળાનો આ પુસ્તકમા અનેરો પરીચય મળે છે. જુદા-જુદા કુલ પાંચ પ્રકરણોમાં વહેંચાયેલ આ સંશોધન ગ્રંથમાં લેખકે વણકર જ્ઞાતિની ઉત્પત્તિ વિશે વિવિધ સંદર્ભો ટાંકીને વણકરો પુર્વે ક્ષત્રીયો હતા અને એક સમયે સાશનકતૉ હતા તેમ જણાવેલ છે તેમજ છેક 'ક્ષુદ્વ' થી માંડિને 'દલિત' સુધીની વણકરસમાજની પ્રગતિની ગાથા રજુ કરી છે. વણકરસમાજના ENCYCLOPEDIA સમા આ પુસ્તકને વણકરસમાજના સર્વ લોકો ખાસ વાંચવુ જોઇએ

ડો. મનુભાઇ એચ. મકવાણા (Ph.D.)
૪૫, આદિત્ય બંગલોઝ્,
છાણી જકાતનાકા પાસે,
વડોદરા - ૩૯૦૦૦૨
ફોન: ૦૨૬૫-૨૭૬૧૬૯૦
મોબાઇલ: ૦૯૮૭૯૦૫૩૧૯૦
ઇમેલ: dr_mhm001@yahoo.co.in

"ગાંધીજીના વણાટકામના ગુરુઃ રામજીભાઇ બઢિયા"

મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં એક સદી પહેલા ૧૯૧૫માં સાબરમતી આશ્રમ સ્થાપ્યો. આશ્રમના અનુભવઓ અને અનુયાયીઓ વિશે અનેક વિધ લેખો ઉપલબ્ધ છે જેના લીધે આજે પણ સાબરમતી આશ્રમ ગાંધીયુગની પ્રેરણા બની રહ્યો છે. આ પ્રેરણાર્થીના કેટલાક પાયાના કાર્યકરોમાં શ્રી રામજીભાઇ બઢિયાનુ નામ અગ્રસ્થાને છે.

ગાંધીજીએ સૌરાષ્ટ્ર - હાલ અમરેલીના એક નાના ગામ લાઠીથી રામજીભાઇ બઢિયાને ખાદી પ્રવૃત્તિના વિકાસ માટે સાબરમતી આશ્રમમાં તેડાવ્યા. એક દલિત શ્રમજીવી વણકર શ્રી રામજીભાઇ બઢિયાએ ગાંધીજીની હાકલે ખાદીનુ કામ એવી કુશળતા અને ખંતથી કર્યુ કે દેશના સ્વતંત્ર્યતા અર્થેની તે એક વિચારસરણી બની ગયુ. આજના વૈશ્વીકરણના જમાનામાં પણ ખાદી ઉત્પાદન છેવાડાના દેશવાસીઓનુ આજીવિકાનુ સ્વમાની સાધન છે જેની પ્રતિતિ શ્રી જનેશભાઇ બઢિયાની કલમે લખાયેલ તેમના પર-દાદા શ્રી રામજીભાઇ બઢિયાના આ જીવન ચરિત્ર "ખાદી વણાટના કર્મશીલ" દ્વારા થાય છે.

 

લેખક:

જનેશભાઇ બઢિયા
૫, રામજી પાર્ક - કલાપી નગર સોસાયટી,
ગાંધી આશ્રમ સામે,
અમદાવાદ - ૩૮૦૦૨૭
મોબાઇલઃ +૯૧૯૪૨૭૫૨૩૫૩૬
Email: janesh.badhiya@gmail.com

"ગુજરાતના વણકરોનો ગૌરવવંતો ઇતિહાસ"

આપણા આજના પ્રગતિશીલ વણકર જ્ઞાતિમિત્રોના સામાજીક જીવનમાં એક ખોટ વર્તાતી હતી. તે ખોટ એટલે કે તેનો અધિકૃત ઇતિહાસ ક્યાંય શોધ્યો જડતો ન હતો. આ ઉણપને દુર કરવાના ઉદ્દેશથી ભારતીય દલિતોના રાષ્ટ્રીય ઇતિહાસમાં એક સોનેરી પૃષ્ઠ ઉમેરતા ગામ કુવાસણ (તાઃ વિસનગર; જીઃ મહેસાણા) ના ઇતિવાસવિદ ડો. પી.એ.પરમારે લગાતાર ૨૫ વર્ષના સંશોધન પછી "ભારતના વણકરોઃ ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ" નામે ૬૩૨ પાનાનો દળદાર ગ્રંથ વણકરસમાજને અર્પણ કર્યો. હવે આ ગ્રંથ દુર્લભ અને અપ્રાપ્ય છે તેથી આ ગંથમાના કેટલાક પ્રસંગો, અવતરણો , વિધાનો અને અન્ય માહિતોને સંક્ષિપ્તમાં તારવી નવેસરથી એક નાનકડી પુસ્તીકારુપે "ગુજરાતના વણકરોનો ગૌરવવંતો ઇતિહાસ" નામે પ્રકાશીત કરેલ છે. આપણા વણકરસમાજે ગુજરાતના આર્થીક, રાજકિય, શૈક્ષિણક અને સામાજીક ઘડતરમાં નોંધપાત્ર યોગદાન આપેલ છે. મહાત્મા ગાંધીજીની પડખે રહિને ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ફાળો આપ્યો છે. ડો. બાબા સાહેબ આંબેડકરની દલિત ચળવળોમાં અગ્રણી રહ્યા છે. અનેક અખબારો - સાપ્તાહિકો - પાક્ષિકોના પ્રકાશન દ્વારા સાહિત્યક્ષેત્રે પણ પગ જમાવેલ છે. આ બધો ઇતિહાસ દુર્લભ હતો જેને આ નાનકડિ પુસ્તીકામાં સમાવી લેવાનો ડો. પી.એ.પરમારે યથાશક્તિ પ્રયાસ કરેલો છે. ગાંધીનગર ખાતે ૨૦૧૦માં યોજાયેલ સમગ્ર ગુજરાતના વણકરસમાજનુ સંમેલન અને આધુનિક જમાનાના www.VankarSamaj.com - FaceBook / Yahoo Group વગેરે જેવા પ્રયત્નો દ્વારા જ્યારે આજે આપણો વિખરતો જતો વણકરસમાજ એક બનવા જઇ રહેલ છે ત્યારે "ગુજરાતના વણકરોનો ગૌરવવંતો ઇતિહાસ" નામે પ્રકાશીત લધુપુસ્તીકા સમગ્ર સમાજને એક તાંતણે બાંધવા ઘણીજ ઉપયોગી બનશે.

લેખક:

ડો. પુરુષોત્તમ અંબાલાલ પરમાર
૮-બી, ધર્મભુમી સોસાયટી,
જીઇબીની પાછળ, મહેસાણા - ૩૮૪૦૦૧
ફોનઃ +૯૧૭૩૫૯૨૫૩૫૬૯

"ન ઓળખાવાની નવીન તરાહ - અટક બદલો"

ભારત  દેશમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં નામ સાથે લખાતી "અટક" નુ એક આગવુ મહત્વ છે. આમતો અટક એ ગોત્ર; કુળ; ધંધો કે વતન બતાવતુ ઉપનામ છે. પરંતુ મનુવાદી જાતિપ્રથાનો ભોગ બનેલ દલિત પછાત વર્ગ માટે આ અટકનુ ઉપનામ અડચણરુપ બનતુ હોય છે અને અટકો જેવી ક્ષુલ્લક બાબતો માટે થઇને તેમને વેઠવુ પડે છે અને સંઘર્ષોમાંથી પસાર થવુ પડે છે. આ વિષયને અનુલક્ષીને આપણા વણકરસમાજના સમાજશાસ્ત્રના વિદ્વાનશ્રી ડો. હસમુખભાઇ ટી. પરમારનો ૨૦૦૪માં પ્રકાશીત અભ્યાસ "ન ઓળખાવાની નવીન તરાહ - અટક બદલો" ખરેખર ચર્ચાસ્પદ અને ચિંતન યોગ્ય છે. જાતિપ્રથાના પર્યાયરુપ આ અટકો ઉપરનો ડો. હસમુખભાઇ ટી. પરમારનો અભ્યાસ આજના સાંપ્રત સમાજનુ દર્પણ છે.

લેખક:

ડો. હસમુખભાઇ ટી. પરમાર,

૩૭૩/૨૦૫૭, શિવશકિતનગર,

ગુજરાત હાઉસીંગ બોર્ડ, ચાંદખેડા,

અમદાવાદ - ૩૮૨૪૨૪

મોબાઇલઃ ૦૯૮૨૫૭૦૩૧૯૯

ફોનઃ ૦૭૯૨૩૨૯૮૧૦૮

" વીર મેઘમાયા શતક "

ગુજરાતી સાહિત્યમાં ૩૨ લક્ષણા વીર મેઘમાયાના સામાજીક ઇતિહાસને ઉજાગર કરવાના પ્રયત્નરુપે લેખક શ્રી. રામચંદ્વ કે. સોલંકીએ તેમણે વાંચેલી દલિત અસ્મીતાઓ અને તેમાએ વીર મેઘમાયા વિષે વાંચેલ સવૅ સંસ્મરણોને તાજા કરી, એક-એક કડીને પરોવીને એક સંપુટ તરીકે વીર મેઘમાયા શતક નામે પદ્યકૃતિની યાદગાર રચના કરી છે.

ગુજરાતી દલિત સાહિત્ય અને વીર મેઘમાયાના રસીકો આ પુસ્તક મેળવવા નીચેના સરનામે સંપકૅ કરે:

લેખક:

શ્રી. રામચંદ્વ કે. સોલંકી,
૩૫, દ્વારકેશ નગર, ચિતલ રોડ,
અમરેલી - ૩૬૫૬૦૧
ફોન: +૯૧૯૪૨૬૯૯૫૬૩૮
Email: vsolanki794@gmail.com

Reservations in India: Myths and Realities by Mulchand S. Rana

This publication is a collection of in-depth studies and cross thoughts on various facts of reservation system in India. The writing covers goals and objects behind reservation, a stock taking after sixty years of its implementation, present status of Indian social system etc.

Author:

Shri Mulchand S. Rana

9, Ram Jalaram Bunglow,

Prahlad Nagar, Satelite,

Ahmedabad – 380051

Mobile: 09228221452

આ પુસ્તક ઓનલાઇન ખરીદવા અહિ ક્લિક કરો

Kalpesh Makwana

નડિયાદ પાસે આવેલ પલાણાના વતની અને હાલ લંડન રહેતા કલ્પેશ મકવાણાએ ORKUTમાં વણકરસમાજને લગતી કોમ્યુનિટીની રચના કરી છે અને આપણા સમાજના ભાઇઓને એકબીજાથી પરીચીત કરી આપણા સમાજને સગઠીત કરવા યથાશકિત કાયૅબધ્ધ છે. www.VankarSamaj.com તેમના આ પ્રશંસનીય પ્રયત્ન માટે સમાજ વતિ તેમનો આભાર વ્યક્ત કરે છે.

ખાસ વણકરસમાજની આ કોમ્યુનિટિમાં જોડાવા www.orkut.com માં લોગીન કરો અને વણકરસમાજને સંગઠીત કરવાના કલ્પેશભાઇના આ પ્રયત્નમાં સાથ સહકાર આપો

 

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright www.VankarSamaj.com