|
||
|
||
|
||
પ્રિય વણકરબંધુ,
આપણો વણકરસમાજ આજે ગામ કે શહેર સુધી સીમીત ન રહેતા દેશવિદેશમાં વિસ્તર્યો છે. આપણા વણકરસમાજના ઘણાં ભાઇઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે અને દેશવિદેશમાં વણકરસમાજનુ ગૌરવ બન્યા છે. પરંતુ માહિતિના અભાવે આપણા વિશાળ વણકરસમાજમાંના મોટા ભાગના લોકો આપણા વણકરસમાજમાં બની રહેલ ઘણા બનાવો / પ્રસંગોથી અજાણ છે. હજુ સુધી આપણા વણકરસમાજના લોકો એકબીજાને પુરતા પ્રમાણમાં જાણતા ઓળખતા નથી. આપણા વણકરસમાજમાં રહેલ આ પ્રકારની જાણકારી / માહિતિ / સમાચારની ઊણપ આપણા સમાજના લોકોને સંગઠિત બનવામાં અને એકબીજાના સહકારથી પ્રગતિ સાધવામાં અવરોધરુપ બને છે. જેને પરીણામે આજે પણ મોટા પ્રમાણમાં આપણા સમાજના લોકો પછાત રહેવા પામ્યા છે. તેથી દેશવિદેશ વસતા આપણા વણકરસમાજના ભાઇઓની સેવાર્થે આજના આધુનિક જમાનાના શકિતશાળી માહિતિના માધ્યમ ઇન્ટરનેટના ઉપયોગથી અમોએ ખાસ આપણા સમાજ માટે www.VankarSamaj.com વેબસાઇટનુ સજૅન કર્યુ છે કે જેને દુનિયાના કોઇપણ ખુણામાંથી ઇન્ટરનેટના ઉપયોગથી જોઇ શકાય છે. જેમાં આપણા વણકરસમાજની વિવિધ માહિતી આપવાનો પ્રયત્ન કરીશુ જેવિકે....
તદઉપરાંત અન્ય ઘણી બધી આપણા વણકરસમાજને ઉપયોગી માહિતિઓનો રસથાળ
આ વેબસાઇટના ઘણાં વિભાગો છે જે હાલની તારીખે અધુરા રહેવા પામ્યા છે અને આ વેબસાઇટ સમાજને ખરા અથૅમાં ઉપયોગી બને એ માટે આપ સૌનો સહકાર જરુરી છે. આ વેબસાઇટને સફ્ળ બનાવવા આપની આજુબાજુ વણકરસમાજને લગતી વિગતો ઉપલબ્ધ કરાવી આપ અમોને મદદરુપ થઇ શકો. આપની જાણમાં આપના ગામ કે શહેરમાં વણકરસમાજ માટે કાયૅરત કોઇ સંસ્થા કે વ્યકિત હોય તો તેની વિગતો ઉપલબ્ધ કરાવો કે જે અમો આ વેબસાઇટ ઉપર મુકિને જે તે સંસ્થા કે વ્યકિતને આપણા બહોળા સમાજથી પરિચિત કરાવીશુ. તમારા ગામ કે શહેરમા વણકરસમાજને લગતો કોઇ પ્રસંગ હોય તો અમોને જણ કરો. અમો પ્રીન્ટેડ બેનર મોકલીશુ જેથી આ વેબસાઇટનો પ્રચાર કરવામાં અમોને મદદ મળશે.
આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.
www.VankarSamaj.com ની આ વામન શરુઆત છે અને અમોને વિશ્ર્વાસ છે કે આપણા વણકરસમાજના ભાઇઓની મદદથી અમો વણકરસમાજમાં માહિતિની ક્રાંતિ લાવવાના અમારા વિરાટ ધ્યેયમા સફળ થઇશુ અને આપણા વણકરસમાજને પ્રગતિ અને વિકાસની ચરમસીમાએ લઇ જઇશુ. આપના સાથ સહકારની અપેક્ષા સાથે.....
ભરત ડાભી પ્રકાશક: વણકરસમાજ ડોટ કોમ
KEEP VISITING US FOR MORE INFORMATION |
||
|
||
© Copyright 2009 - www.VankarSamaj.com |